Friday, May 25, 2012

Rani Mukherjee

અભિનેત્રી રાની મુખર્જી એમસી મેરીકોમની ભૂમિકા અદા કરવા જઈ રહી છે. મેરીકોમે જણાવ્યું છે કે તે તેની લાઇફ ઉપર એક ફિલ્મ બનાવવા સમજૂતી કરી ચૂકી છે. પાંચ વખતની વર્લ્ડ બોક્સીંગ ચેમ્પિયન મેરીકોમે કહ્યું છે કે નિર્માતા, નિર્દેશકો આના માટે એક અભિનેત્રીની શોધખોળ કરી રહ્યા હતા. હવે રાની મુખરજીની પસંદગી આના માટે કરવામાં આવી ચૂકી છે. રાની મુખરજીની પસંદગીને લઈને મેરીકોમ પણ આશ્ચર્યચકિત છે. ઓલમ્પિકમાં ભાગ લેવા તાજેતરમાં જ ક્વાલિફાઇલ્ડ થયેલી મેરીકોમની લાઇફ ઉપર બનનારી ફિલ્મના
સંબંધમાં વધુ માહિતી મળી શકી નથી પરંતુ રાની મુખરજી આ ભૂમિકાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

રાની મુખરજીની કેરિયર હાલ ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે. રાની મુખરજીને સફળતા
મળી રહી નથી. બોલિવૂડમાં ટકી રહેવા રાની મુખર્જી સંઘર્ષ કરી રહી છે આવા સમયમાં પડકારરૂપ ભૂમિકા મળતા રાની મુખર્જી ખુશ દેખાઈ રહી છે.

No comments:

Post a Comment