Thursday, March 31, 2011

Shilpa Shetty Preity Zinta Friendship - ફરીવખત એકવાર મિત્રો

 શિલ્પા શેટ્ટી અને પ્રિતી ઝીન્ટાએ હવે તેમની વચ્ચેના મતભેદોને દુર કરી દીધા છે. આ બન્નેઅભિનેત્રીઓ ફરી એકવાર મિત્રો બની ગઈ છે.

જેથી આગામી દિવસોમાં ફરી એક સાથે જોવા મળે તેવી શકયતા છે. હાઈ પ્રોફાઈલ ઈન્ડિયન પ્રિમિયર લીગમાં બે ટીમની માલિક આ બન્ને બની ગયા બાદ બન્ને વચ્ચે મતભેદો સપાટીએ આવ્યા હતા.

હવે બન્ને અભિનેત્રી ફરી એકવાર મિત્રો બની ગઈ છે. હવે જયારે પણ એકબીજાને મળે છે ત્યારે બન્ને ભેટી પડે છે.

ગેરસમજના કારણે તેમની વચ્ચે મતભેદો સર્જાયા હતા. પ્રિતી ઝીન્ટા અને શિલ્પા શેટ્ટી વચ્ચે કોઈ નિવેદનને લઈને વિવાદ ઊભો થયો હતો.

હાલમાં બન્ને અભિનેત્રી એક સાથે લાંબી વિમાની મુસાફરી દરમિયાન હતી. જે દરમિયાન મતભેદો દુર થયા
હતા. બે હોટ અભિનેત્રી હાલમાં એક સાથે જોવા મળે છે. શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દરા સાથે લગ્ન કરી દીધા
બાદ તે જુદા જુદા ઊદ્યોગ સાહસિકોમાં રસ લઈ રહી છે. હવે તે ફિલ્મોમાંથી લગભગ આઊટ થઈ ચુકી છે.

તેની પાસે કોઈ ફિલ્મ નથી.

Karan Johar News - હગ જેકમેન અને શાહરૂખખાનને એક સાથે લાવવાની તૈયારી

કરણ જોહર અને શાહરુખ ખાનની મિત્રતા ખૂબ જ જાણીતી છે.

હવે કરણ જોહર હોલિવૂડ સુપર સ્ટાર હગ જેકમેન અને શાહરૂખખાનને એક સાથે લાવવાની તૈયારીમાં છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ વિશ્વમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે ટોચના કલાકારોને એક સાથે લાવવા કરણ જોહરની પહેલાથી યોજના હતા.

મુંબઇમાં થોડા દિવસમાં પત્રકાર પરિષદ યોજીને આની જાહેરાત કરવામાં આવશે. જેકમેન મુંબઇ પહાચી રહ્યા છે. ફિલ્મનું નામ હજું સુધી નક્કી કરવામાં આવ્યું નથી. બોલિવૂડ અને હોલિવૂડના અંતરને દૂર કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

ફોકસ સ્ટાર ઇન્ડિયાના સીઇઓ વિજયસહે કહ્યું છે કે હોલિવૂડની મોટી સેલિબિ્રટીને લાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. કરણ જોહરે શાહરૂખ ખાનને લઇને અનેક યાદગાર ફિલ્મો બનાવી છે જેમાં કભી ખુશી કભી ગમ સમાવેશ થાય છે.

Chitrangada Singh – અક્ષયે ડાન્સ સ્ટેપ શિખવાડ્યા

બોલિવુડની અભિનેત્રી ચિત્રાગદાએ હજુ સુધી કોઈ કોર્મશિયલ ફિલ્મ કરી નથી.

તે પ્રથમ વાર કોર્મિશયલ ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે. દેશી બોયબ નામની ફિલ્મમાં તે હવે ચમકી રહી છે.

આ ફિલ્મમાં અક્ષય કુમાર અને જોન અબ્રાહમ જેવા કલાકારો ભાગ લઈ રહ્યા છે.

આ ફિલ્મમાં કોર્મિશયલ ફિલ્મોની તમામ ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે.

ફિલ્મમાં ગીત સંગીત અને મારપીટ પણ છે. થોડાક દિવસ પહેલા અક્ષય કુમાર અને ચિત્રાંગદા પર એક ગીતનું શુટગ કરવામાં આવ્યું હતું.

અક્ષય કુમારે આ ગીત દરમિયાન ચિત્રાંગદાને ડાન્સના સ્ટેપ શિખવાડ્યા હતા. અક્ષય કુમાર ડાન્સમાં ચેમ્પિયનશીપ છે.

ચિત્રાંગદાને તકલીફ પડી રહી હતી. કોરિયોગ્રાફર અને તેની વચ્ચે જામી રહી ન હતી.

Wednesday, March 30, 2011

Katrina Kaif Salman Khan News 2011 - બદલો લેવા માટે સલમાનખાન સુસજજ

સલમાન ખાન પોતાની પૂર્વ ગર્લ ફ્રેન્ડ કેટરીના કેફથી બદલો લેવા માટે બનતા તમામ પ્રયાસો કરી રહ્યો છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ સલમાન પોતાના મિત્રોની ફિલ્મોથી કેટરીના કેફને બહાર કરવાના બનતા તમામ પ્રયાસો કરી રહ્યો છે.

રણબીર કપુર સાથે તેના પ્રેમની ખુલ્લી રીતે કેટરીના કેફે જાહેરાત કરી દીધા બાદ હવે સલમાન ખુબ હતાશ દેખાઈ રહ્યો છે. કેટરીના કેફની કેરિયરમાં હવે અડચણો ઊભી કરવાનો સલમાને હવે પ્રયાસો હાથ કર્યા છે.

સલમાને જ કેટરીના કેફને બોલિવુડની એક સફળ અભિનેત્રી બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી.જો કે હવે  સલમાન ખાન નારાજ થઈને તેના કેરિયર ગ્રાફને નીચે લાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી રહ્યો છે.

કેટરીના ફેફ સાથે કામ નહી કરવા તે લોકોને અપીલ કરી રહ્યો છે. સલમાને સાફ શબ્દોમાં કહ્યું હતું કે જો કોઈ નિર્માતા અથવા તો નિર્દેશક કેટરીના સાથે કામ કરશે તો તે પોતે એ નિર્માતા સાથે કામ કરશે નહી.

રેડી ફિલ્મના શુટગ ગરમિયાન કેટરીના કેફનું નામ સુચવવામાં આવ્યું હતું પરંતુ સલમાને ઝરીન ખાનનું નામ સુચવ્યું હતું સલમાને કબીર ખાનને પણ કહી દીધુ છે કે તે કેટરીના કેફ સાથે કામ કરવા ઈચ્છો નથી.

વીણા મલિક અશ્મિત પટેલ સાથે લગ્ન કરે તેવી શકયતા

 બોલિવુડના ફલોપ અભિનેતા અશ્મિત પટેલ પાકિસ્તાનની અભિનેત્રી વીણા મલિક સાથે લગ્ન કરે તેવી શકયતા છે. બન્નેના લગ્નને લઈને ચર્ચા છેડાઈ ગઈ છે. એવુ જાણવા મળ્યું છે કે અશ્મિતના પરિવારના સભ્યોએ વીણા મલિક સાથે લગ્ન કરવા માટે લીલીઝંડી આપી દીધી છે.

બન્ને વચ્ચેના પ્રેમની ચર્ચા બિગ બોસ શો વેળા જ શરૂ થઈ ગઈ હતી. શો ખતમ થયા બાદ વીણા મલિક અશ્મિત પટેલના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપવા માટે પહાચી હતી. સાથે સાથે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં સફળ રહી હતી.

વીણા મલિક લાંબા સમયથી ભારતમાં રહે છે. થોડાક સમય પહેલા એક પત્રકાર પરિષદમાં વીણા મલિકે કહ્યું હતું કે તે અશ્મિતને પસંદ કરે છે. તેને પ્રેમ કરે છે. તે સૌથી વધારે વખત અશ્મિત પટેલને જ ફોન કરે છે.

હાલમાં લગ્નની બાબતને લઈને બન્નેએ ચુપકીદી સાધેલી છે. સુત્રોએ કહ્યું છે કે થોડાક દિનસ પહેલા એક પ્રાઈવેટ પાર્ટીમાં અશ્મિત પટેલે વીણાને પોતાને ઘરે બોલાવી હતી. જયાં તેના માતાપિતાએ વીણાને પસંદ કરી લીધી હતી. 

અશ્મિત પટેલને લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

Bipasha Basu Next Item Song 2011 - મર્ડર - ર ફિલ્મ માં આઇટમ સાગ કરશે

 આઇટમ સાગનો હાલમાં ક્રેઝ ચાલી રહ્યો છે. મલાઇકા અરોડા ખાન, કેટરીના કેફને આઇટમ સાગમાં જોરદાર લોકપ્રિયતા મળ્યા બાદ અન્ય અભિનેત્રીઓ પણ આ દિશામાં સક્રિય થઇ રહી છે. આગામી દિવસોમાં મલ્લિકા શેરાવત, દિપિકા, કરિના કપૂર સહિતની ટોચની અભિનેત્રીઓ આઇટમ સાગમાં નજરે પડશે.

હવે અભિનેત્રી બિપાશા બસુ પણ ફરી એકવાર આઇટમ સાગમાં દેખાશે. મુકેશ ભટ્ટ અને મહેશ ભટ્ટ પોતાની હિટ ફિલ્મ મર્ડરની સિકવલ બનાવવા જઇ રહ્યા છે.
 
એક હોટ ગીત માટે બિપાશાનો સંપર્ક કરવામાં આવ્યો છે. બિપાશાએ હજુ સુધી કોઇ નિશ્ચિત જવાબ આપ્યો નથી. પરંતુ તે ચોક્કસપણે આઇટમ સાગ કરશે.

મર્ડરની સિકવલમાં અભિનેતા તરીકેની ભૂમિકામાં ઇમરાન હાસ્મી જ રહેશે.

Amitabh Bachchan Rajnikant Together – ર૦ વર્ષ બાદ રાના ફિલ્મમાં

 ૧૯૯૧માં રજૂ થયેલી ફિલ્મ હમમાં ભારતના બે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને રજનીકાંત એક સાથે નજરે
પડ્યા હતા.

ર૦ વર્ષના લાંબા ગાળાબાદ હવે આ બંને ફરી એકવાર સાથે નજરે પડશે. રજનીકાંતની ત્રણ ભૂમિકાવાળી ફિલ્મ રાનામાં અમિતાભ બચ્ચન પણ નાની ભૂમિકામાં નજરે પડશે.

અમિતાભે પોતે અનેક વખત કહ્યું છે કે તેઓ રજનીકાંતાને દેશના સૌથી મોટા સુપરસ્ટાર તરીકે ગણે છે. તેમના કહેવાથી જ અશ્વર્યા રાય બચ્ચન રોબોટ ફિલ્મમાં રજનીકાંતની અભિનેત્રી બનવા તૈયાર થઇ હતી.

Tuesday, March 29, 2011

Sonakshi Sinha - ફેશન ડિઝાઇનર બનવા માટે ઇચ્છુક હતી

દબંગ ફિલ્મ મારફતે સુપરસ્ટાર બની ગયેલી અભિનેત્રી સોનાક્ષી ફિલ્મમાં આવતા પહેલા ફેશન ડિઝાઈનર બનવાની ઇચ્છા ધરાવતી હતી.

પ્રથમ ફિલ્મથી સ્ટારડન મેળવનાર સોનાક્ષીફેશન ડિઝાઇનરના બદલે સંજોગ વત અભિનેત્રીબની ગઇ છે.

 As per Latest Sonakshi Sinha Interviews, she said that, ફિલ્મમાં તેની કોઇપણ યોજના ન હતી. સંજોગવશ તે ફિલ્મોમાં આવી ગઇ છે.

ફેશન ડિઝાઇનર બનવા તે તૈયારી કરી રહી હતી અને એ જ ક્ષેત્રમાં જવા ઇચ્છતી હતી.અભિનેતામાંથી નેતા બનેલા શત્રુગ્નસહાની પુત્રીએ કહ્યું હતું કે પરિવારની ઇચ્છા એવી હતી કે તે ફિલ્મોમાં પ્રવેશ કરે.

તમામ લોકોએ આખરે સર્વસંમતિથી એવો નિર્ણય કર્યો હતો કે તે ફિલ્મમાં પ્રવેશ કરીને ફિલ્મમાં કારકિર્દી બનાવે. દબંગ બાદ સોનાક્ષી પાસે એક પછી એક નવી ફિલ્મોની ઓફર આવી રહી છે પરંતુ તે આ મામલામાં ખૂબ જ સાવધાન રહેવા માગે છે.

Celina Jaitley Marriage - લગ્ન બાદ બાળક દત્તક લેશે

 બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલી લગ્ન નક્કી થયા બાદ નવી નવી યોજનાઓ તૈયાર કરવામાં લાગી ગઇ છે.

સેલિના જેટલી લગ્ન બાદ બાળકને દત્તક લેવાની ઇચ્છા ધરાવે છે. દુબઇમાં રહેતા પીટર હોગ સાથે લગ્ન કરવાની યોજના સેલિના જેટલી બનાવી ચૂકી છે.

હાલના દિવસોમાં તે જયાં જાય છે ત્યાં પીટરની પ્રશંસા કરતી રહે છે. સપ્ટેમ્બર મહિનામાં તે લગ્ન કરનાર છે. ત્યારબાદ બાળકની યોજના પણ સેલિનાએ બનાવી લીધી છે.

સેલિનાનું કહેવું છે કે લગ્નના થોડા દિવસ બાદ જ એક બાળકને દત્તક લેશે. લાંબા સમયથી બાળકને દત્તક લેવાની તેની ઇચ્છા હતી.

પીટરને પણ આ અંગે જાણ કરી દેવામાં આવી છે. પીટરે તરત જ મંજૂરી આપી દીધી હતી.

Amitabh Bachchan - promoted Gujarat State Tourism for free

First time the Gujarat State Government has made an official statement that, Bollywood Superstar Amitabh Bachchan was not paid any remuneration for acting as Gujarat's brand ambassador.

In a written reply to the Jodiya MLA, Raghavji Patel's query, the state government said that the superstar had agreed to be the state's brand ambassador and for advertisement campaigns for which he was not paid any fee or remuneration.

As per Latest Updates from Gujarat State Tourism Department, they said that, Big B had visited the state twice. While in the first trip, he shot in Somnath, Girnar, Bhuj in the second one he shot at Ahmedabad, Porbander and Dwarka.

He also proposed to have a light and sound show for Dwarka, Ambaji and Somnath and had agreed to lend his voice for the same.

Government officials said that in 2009 and 2010 the government spent nearly Rs 37.66 crore on the advertisement campaign for the state's tourism department. The amount spent in 2010 was over Rs 20 crore which included lodging and boarding expenses of the he and his crew members who were in the state for the campaign - Khushboo Gujarat Ki.

As a result of the advertisements and aggressive campaigns by the state government, tourism had risen.

The last months of the year 2010 had seen a huge rush at Sasan Gir, the only abode of the Asiatic lions.

Saturday, March 26, 2011

Rekha - શહેનશાહ અમિતાભ બચ્ચનના કારણે રાના ફિલ્મ છોડી

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનના કારણે રેખાએ રાના ફિલ્મને છોડી દેવાનો નિર્ણય કર્યો હોવાનું
જાણવા મળ્યું છે.

એમ માનવામાં આવે છે કે નાણાને લઈને રેખાની ફિલ્મના નિર્માતા સાથે બોલાચાલી થઈ ગઈ હતી. પરંતુ સુત્રોએ કહ્યું છે કે ફિલ્મમાં અમિતાભ બચ્ચન હોવાના કારણે રેખાએ આ ફિલ્મ છોડી દીધી છે.

રજનિકાંતની ફિલ્મ માટે અભિનેત્રીની પસંદગી કરવાની બાબત મુશ્કેલરૂપ બની ગઈ છે. અનેક નામ પર વિચારણા કરવામાં આવી ચુકી છે. છેલ્લે રેખા , વિદ્યા બાલન અને દિપિકાને લેવામાં આવી હતી.

પરંતુ હજુ પણ સ્પર્ધા ચાલી રહી છે. રેખાની નજીકના સુત્રોએ કહ્યું છે કે પસંદની રકમ રેખાને આપવામાં આવી રહી ન હતી જેથી તે હવે ફિલ્મમાંથી નિકળી ગઈ છે.

Priyanka Chopra - હવે નવા નવા અવતારમાં

 પ્રિયંકા ચોપડા માત્ર  કહેતી નથી કરે પણ છે. આગામી ફિલ્મોમાં તે જુદી જુદી ભૂમિકામા નજરે પડશે. ડોન-
માં તે ગ્લેમરસ ભૂમિકામાં નજરે પડશે જયારે અગ્નિપંથમાં તે ગંભીર પ્રકારની ભૂમિકામાં દેખાશે.

બર્ફીમાં તે માનસિક રીતે બિમાર યુવતિની ભૂમિકામાં નજરે પડશે. પ્રિયંકા હાલમાં કેરિયરના શાનદાર તબક્કામાંથી પ્રસાર થઈ રહી છે.

એકબાજુ પ્રિયંકાને મોટા બેનરની કોર્મિશયલ ફિલ્મો મળી રહી છે બીજી બાજુ સાત ખુન માફ જેવીમહિલાલક્ષી ફિલ્મો પણ મળી રહી છે.

ફરહાન અખ્તરની ડોન બાદ તે હવે ડોન-૨મા નજરે પડશે. આ ફિલ્મ તેમના માટે પડકારરૂપ છે. છેલ્લી ફિલ્મમાં તેની પાસે જીનત અમાનની ભૂમિકા હતી. અમાન જેવી ગ્લેમરસ દેખાવવાનો તેની સામે પડકાર હતો.

પરતુ નવી ફિલ્મમાં પોતાની છાપ ઊભી કરવી પડશે. અગ્નિપથની રીમેકમાં તેની ભૂમિકા ગ્લેમરસ નથી.

કારણ કે આવી ફિલ્મ માટે રોલ માટે વધારે સ્કોપ નથી.

ધુમ-૩ માં પણ તે ચમકે તેવી શકયતા છે. પરંતુ પ્રિયંકાનું કહેવું છે કે આ ફિલ્મની ઓફર તેને હજુ સુધી કરવામાં આવી નથી

Katrina Kaif - રાષ્ટ્રીય પુરસ્કાર જોઇએ છે

કેટરીના કેફ ખુશ નથી. ‘શીલા કી જવાની’ ગીતની સફળતા પછી પણ તે ખુશ નથી. તેને બધા પ્રકારના એવોર્ડ્સ અને ખિતાબ મળી ચૂકયા છે.

પરંતુ કેટરીનાની ઈચ્છા તો કંઇક બીજી જ છે. કેટરીનાનું કહેવું છે કે તેણે ઘણી ફિલ્મોમાં સારં કામ કર્યું છે અને પ્રશંસકોની સાથે સાથે સમીક્ષકોએ પણ તેમના કામના વખાણ કર્યા છે

તો પછી તેને એકપણ રાષ્ટ્રીય પુરસ્કાર કેમ નથી મળ્યો ? જો કે કેટરીનાએ એ વાતનો ઊલ્લેખ નથી કર્યો કે આ નેશનલ અવોર્ડ તેને કંઇ ફિલ્મ માટે મળવો જોઇએ. ભલે ‘શીલા કી જવાની’ ગીત ખૂબ ચર્ચામાં રહ્યું હોય પણ ફિલ્મ તો ફલોપ સાબિત થઇ ગઇ.

જો એક ‘રાજનીતિ’ને છોડી દઇએ તો તેની તમામ ફિલ્મો મસાલેદાર જ છે. જયાં અભિનય ઓછો અને ગ્લેમરનો ભપકો વધુ છે. તો પછી તેને રાષ્ટ્રીય પુરસ્કાર કંઇ ફિલ્મ માટે મળી શકે ?

ભલે ‘શીલા કી જવાની’ ગીત ખૂબ ચર્ચામાં રહ્યું હોય પણ ફિલ્મ તો ફલોપ સાબિત થઇ ગઇ.

Friday, March 25, 2011

Vidya Balan - હોટેસ્ટ વેજિટેરિયન સેલિબિ્રટી

પેટા દ્વારા આયોજિત પોલમાં વિદ્યા બાલન ભારતની હોટેસ્ટ વેઝેટેરિયન સેલિબિ્રટી જાહેર કરવામાં આવી છે.ગયા વર્ષે કરીના કપૂરે પોલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

વિદ્યા આ સર્વેક્ષણમાં પ્રથમ સ્થાન મેળવીને ખુશ છે. તેનું માનવું છે કે આપણે બધાએ શાકાહારને પ્રોત્સાહન આપવું જોઇએ કારણે આમા ફાયદા જ ફાયદા છે.

બોલીવૂડમાં વિદ્યા ઊપરાંત કરીના કપૂર, શાહિદ કપૂર અને જોન અબ્રાહમ એવા સ્ટાર છે જે વેજીટેરિયન ફૂડને પ્રોત્સાહન આપે છે.

Vidya Balan Hot Bollwood Actress - હવે ઇશ્કિયા-ર ફિલ્મમાં ચમકશે

બોલિવૂડના નિર્માતા નિર્દેશકો કોઇ નવી બાબત વિચારી શકવાની સ્થિતિમાં નથી. આ જ કારણસર સિકવલ ફિલ્મો બનાવવાનો શિલશિલો શરૂ થયો છે.

As Per Latest Bollwood News, હવે ઇશ્કિયા-ર બનાવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. અરશદ વારસી, વિદ્યા બાલન અને નસીરૂદ્દિન શાહ ઇશ્કિયા ફિલ્મમાં ચમકયા હતા.

આ ફિલ્મનું નિર્દેશન અભિષેક ચોબે દ્વારા કરવામાં આવ્યું હતું. ફિલ્મી ચાહકો તરફથી આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ સફળ સાબિત થઇ હતી. બોકસ ઓફિસ ઊપર પણ આ ફિલ્મ અન્ય ફિલ્મોની
સરખામણીમાં સફળ રહી હતી.

અભિષેક ચોબે ઇશ્કિયા ફિલ્મની સફળતા બાદ સિકવલની પટકથા લખવાની તૈયારીમાં વ્યસ્ત થઇ ગયા છે. પટકથા હવે લગભગ તૈયાર થઇ ચૂકી છે.

સિકવલ ફિલ્મમાં પણ અરશદ વારસી વિદ્યા બાલન અને નસીરૂદ્દિન શાહ ચમકશે. વિદ્યા બાલનને હાલના સમયની સૌથી સફળ અભિનેત્રી પૈકીની એક તરીકે ગણવામાં આવે છે. પા ફિલ્મની સફળતા બાદ તેની ગણતરી ટોપ કલાસ અભિનેત્રીમાં થવા લાગી છે.

Shahrukh Khan News - ઇન્ડસ્ટ્રીમાં તેનાથી મોટો સૂપરસ્ટાર નથી

શાહરુખ બોલિવૂડના ખાન તરીકે છે પરંતુ હવે આ બાબત તે જાહેરમાં કરવા લાગ્યો છે.

હાલમાં શાહરુખ ખાને એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેનાથી મોટા સુપરસ્ટાર તેને મળ્યા નથી.

તેનાથી મોટા કોઇ સુપરસ્ટાર હોવાનો શાહરુખ ખાને એક નવો વિવાદ છેડી દીધો છે.

શાહરુખ ખાનને કોઇ વ્યકિતએ તેની ભાવી યોજના અંગે પ્રશ્ન કરતા ખાને કહ્યું હતું કે તે એક વખતે હોલિવૂડના લોકપ્રિય અભિનેતા વિલ સ્મિથને મળ્યો હતો.

વિલ સ્મિથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે તે વર્ષમાં બે ફિલ્મો કરે છે અને એક પોતાના ટેલેન્ટ સેટિફેકશન માટે અને બીજી ફિલ્મ પોતાનાથી મોટા સુપરસ્ટાર માટે કરે છે.

મોટા સુપરસ્ટાર સાથે કામ કરવાથી ઘણું શિખવા મળે છે. શાહરુખ ખાને કહ્યું હતું કે વિલ સ્મિથને મળ્યા બાદ તે પણ વર્ષમાં બે જ ફિલ્મો કરવા વિચારી રહ્યો હતો.

પરંતુ તેનાથી મોટા સુપરસ્ટાર તેને મળ્યા નથી.શાહરુખ ખાનના આ જવાબ બાદ કાર્યક્રમમાં ઊપસ્થિત લોકોએ શાહરુખને આવકારી લીધો હતો. જોકે કેટલાક લોકોએ તેના નિવેદન સામે આશ્ચર્ય વ્યકત કર્યું હતું.

શાહરુખ ખાન ભારતીય ફિલ્મ જગતમાં વિશેષ સ્થાન ધરાવે છે. બીજી નવેમ્બર ૧૯૬૫ના દિવસે જન્મેલા શાહરુખખાને ૧૯૮૦ના દશકમાં ટેલિવિઝન સિરિયલમાં ભૂમિકા ભજવી હતી.ત્યારબાદ ૧૯૯૨માં દિવાના ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી.

ત્યારબાદથી તે કોર્મિશયલ રીતે સફળ રહેલી ફિલ્મોના ટોચના અભિનેતા તરીકે રહ્યો છે. ખાને ભારતીય સિનેમામાં તેના યોગદાન બદલ ૧૪ વખત ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે.

જેમાં આઠ બેસ્ટ એકટર કેટેગરીનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૦૫માં ભારત સરકારે પદ્મશ્રીથી શાહરુખનું સન્માન કર્યુ હતુ.

શાહરુખની સફળ ફિલ્મોમાં દિલવાલે દુલ્હનીયા લે જાએગે , ચકદે ઈન્ડિયા, કુછકુછ હોતા હૈ, ઓમ શાંતિ ઓમનો સમાવેશ થાય છે.

Thursday, March 24, 2011

Elizabeth Taylor Death 2011 - હોલિવુડની સ્ટાર અભિનેત્રી નું નિધન

હોલિવુડ સ્ટુડિયો સિસ્ટમની અંતિમ મહિલા મહાન અભિનેત્રી એલિઝાબેથ રોસ્મોન્ડ ટેલરનું આજે ૭૯ વર્ષની વયે દુઃખદ નિધન થયું હતું.

ઓસ્કાર એવોર્ડ વિજેતા મહિલા અભિનેત્રી ટેલરનું આજે વહેલી સવારે હૃદયરોગના હુમલાથી લોસ એન્જલસના કેદાર્સ સિનાય મેડિકલ સેન્ટર ખાતે અવસાન થયું હતું.

પ્રવકતા સેલી મોરીસને કહ્યું હતું કે, ટેલરના નિધન વખતે તેના બાળકો તેની પાસે હતા. વર્ષોથી નાદુરસ્ત તબિયતને કારણે તેને અવારનવાર સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવતી હતી. છ સપ્તાહ પહેલાં હૃદય કામ કરવાનું બંધ કરી દેતાં તેને ફરીથી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

સ્થાનિક સમય પ્રમાણે સવારે ૧.૨૮ વાગે ટેલરે અંતિમ શ્વાસ લીધો હતો. ટેલર તેના રંગીન અંગત જીવન તેમજ સાત લગ્નોથી સમગ્ર વિશ્વમાં જાણીતી હતી.

છેલ્લા ૫૦ વર્ષોથી તે અમેરિકાની પ્રસિદ્ધ સાંસ્કાતિકક્ષેત્રે અગ્રેસર હતી. ૧૯૬૦માં આવેલી ફિલ્મ સ્લટ ઓફ ધ વર્લ્ડ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર એવોર્ડ ટેલરે પ્રથમ વખત જીત્યો હતો. ત્યાર બાદ ૧૯૬૬માં તત્કાલિન પતિ રીચાર્ડ બટન સાથેની હુ અફ્રેડ ઓફ વલ્જીનિયા વુલ્ફ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો બીજી વખત ઓસ્કાર એવોર્ડ જીત્યો હતો.

પુત્રી લંડનના હેમ્પસ્ટેઈડમાં જન્મેલ ટેલર ૧૯૩૯માં અમેરિકા આવીને વસી હતી. નવ વર્ષની ઉંમરે તેણે ફિલ્મ ક્ષેત્રે પ્રથમ વખત પર્દાપણ કર્યું હતું.

૧૯૬૪માં તેણે પ્રથમ પતિ સાથે છૂટાછેડા લીધા હતા. ત્યાર બાદ ૧૯૭૫માં ફરી તેની સાથે જ લગ્ન કર્યા હતા.

Mallika Sherawat Item Song 2011 - ઇન્દ્ર કુમારની ડબલ ધમાલ ફિલ્મમાં

 બોલિવૂડમાં હાલના દિવસોમાં આઇટમ નંબર્સની ડિમાન્ડ વધી ગઇ છે.

હવે મલાયકા અરોર ખાન, દિપિકા,કેટરિના, લિસા બાદ હવે મલ્લિકા શેરાવતનો નંબર છે. એવું જાણવા મળ્યું છે કે ઇન્દ્ર કુમારની ડબલ ધમાલ ફિલ્મમાં મલ્લિકા જલેબી બાઇ આઇટમ નંબર કરનાર છે.

આમા મલ્લિકા શેરાવત પરી તરીકે નજરે પડશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. એવા સમાચાર મળ્યા છે કે આના માટે મલ્લિકાને જંગી નાણાંની ઓફર કરવામાં આવી છે.

મલ્લિકા શેરાવતે આ ગીત અંગે હજું સુધી વધારે વાત કરી નથી. પરંતુ તે દાવો કરે છે કે આ આઇટમ નંબર મુન્ની અને શીલા કરતા પણ દમદાર રહેશે.

બીજી બાજું કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને લાગે છે કે આ આઇટમ આ વર્ષ વિનર સાબિત થશે.

મલ્લિકા પોતાના નવા અવતારમાં હિટ થાય છે કે ફલોપ તેની પર લોકોની નજર રહેશે.મલ્લિકા શેરાવતે મર્ડર ફિલ્મ મા ર ફ ત્ લોકપ્રિયતા મેળવી હતી.