Saturday, March 26, 2011

Priyanka Chopra - હવે નવા નવા અવતારમાં

 પ્રિયંકા ચોપડા માત્ર  કહેતી નથી કરે પણ છે. આગામી ફિલ્મોમાં તે જુદી જુદી ભૂમિકામા નજરે પડશે. ડોન-
માં તે ગ્લેમરસ ભૂમિકામાં નજરે પડશે જયારે અગ્નિપંથમાં તે ગંભીર પ્રકારની ભૂમિકામાં દેખાશે.

બર્ફીમાં તે માનસિક રીતે બિમાર યુવતિની ભૂમિકામાં નજરે પડશે. પ્રિયંકા હાલમાં કેરિયરના શાનદાર તબક્કામાંથી પ્રસાર થઈ રહી છે.

એકબાજુ પ્રિયંકાને મોટા બેનરની કોર્મિશયલ ફિલ્મો મળી રહી છે બીજી બાજુ સાત ખુન માફ જેવીમહિલાલક્ષી ફિલ્મો પણ મળી રહી છે.

ફરહાન અખ્તરની ડોન બાદ તે હવે ડોન-૨મા નજરે પડશે. આ ફિલ્મ તેમના માટે પડકારરૂપ છે. છેલ્લી ફિલ્મમાં તેની પાસે જીનત અમાનની ભૂમિકા હતી. અમાન જેવી ગ્લેમરસ દેખાવવાનો તેની સામે પડકાર હતો.

પરતુ નવી ફિલ્મમાં પોતાની છાપ ઊભી કરવી પડશે. અગ્નિપથની રીમેકમાં તેની ભૂમિકા ગ્લેમરસ નથી.

કારણ કે આવી ફિલ્મ માટે રોલ માટે વધારે સ્કોપ નથી.

ધુમ-૩ માં પણ તે ચમકે તેવી શકયતા છે. પરંતુ પ્રિયંકાનું કહેવું છે કે આ ફિલ્મની ઓફર તેને હજુ સુધી કરવામાં આવી નથી

No comments:

Post a Comment