Thursday, March 24, 2011

Elizabeth Taylor Death 2011 - હોલિવુડની સ્ટાર અભિનેત્રી નું નિધન

હોલિવુડ સ્ટુડિયો સિસ્ટમની અંતિમ મહિલા મહાન અભિનેત્રી એલિઝાબેથ રોસ્મોન્ડ ટેલરનું આજે ૭૯ વર્ષની વયે દુઃખદ નિધન થયું હતું.

ઓસ્કાર એવોર્ડ વિજેતા મહિલા અભિનેત્રી ટેલરનું આજે વહેલી સવારે હૃદયરોગના હુમલાથી લોસ એન્જલસના કેદાર્સ સિનાય મેડિકલ સેન્ટર ખાતે અવસાન થયું હતું.

પ્રવકતા સેલી મોરીસને કહ્યું હતું કે, ટેલરના નિધન વખતે તેના બાળકો તેની પાસે હતા. વર્ષોથી નાદુરસ્ત તબિયતને કારણે તેને અવારનવાર સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવતી હતી. છ સપ્તાહ પહેલાં હૃદય કામ કરવાનું બંધ કરી દેતાં તેને ફરીથી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

સ્થાનિક સમય પ્રમાણે સવારે ૧.૨૮ વાગે ટેલરે અંતિમ શ્વાસ લીધો હતો. ટેલર તેના રંગીન અંગત જીવન તેમજ સાત લગ્નોથી સમગ્ર વિશ્વમાં જાણીતી હતી.

છેલ્લા ૫૦ વર્ષોથી તે અમેરિકાની પ્રસિદ્ધ સાંસ્કાતિકક્ષેત્રે અગ્રેસર હતી. ૧૯૬૦માં આવેલી ફિલ્મ સ્લટ ઓફ ધ વર્લ્ડ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર એવોર્ડ ટેલરે પ્રથમ વખત જીત્યો હતો. ત્યાર બાદ ૧૯૬૬માં તત્કાલિન પતિ રીચાર્ડ બટન સાથેની હુ અફ્રેડ ઓફ વલ્જીનિયા વુલ્ફ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો બીજી વખત ઓસ્કાર એવોર્ડ જીત્યો હતો.

પુત્રી લંડનના હેમ્પસ્ટેઈડમાં જન્મેલ ટેલર ૧૯૩૯માં અમેરિકા આવીને વસી હતી. નવ વર્ષની ઉંમરે તેણે ફિલ્મ ક્ષેત્રે પ્રથમ વખત પર્દાપણ કર્યું હતું.

૧૯૬૪માં તેણે પ્રથમ પતિ સાથે છૂટાછેડા લીધા હતા. ત્યાર બાદ ૧૯૭૫માં ફરી તેની સાથે જ લગ્ન કર્યા હતા.

No comments:

Post a Comment