Thursday, March 31, 2011

Shilpa Shetty Preity Zinta Friendship - ફરીવખત એકવાર મિત્રો

 શિલ્પા શેટ્ટી અને પ્રિતી ઝીન્ટાએ હવે તેમની વચ્ચેના મતભેદોને દુર કરી દીધા છે. આ બન્નેઅભિનેત્રીઓ ફરી એકવાર મિત્રો બની ગઈ છે.

જેથી આગામી દિવસોમાં ફરી એક સાથે જોવા મળે તેવી શકયતા છે. હાઈ પ્રોફાઈલ ઈન્ડિયન પ્રિમિયર લીગમાં બે ટીમની માલિક આ બન્ને બની ગયા બાદ બન્ને વચ્ચે મતભેદો સપાટીએ આવ્યા હતા.

હવે બન્ને અભિનેત્રી ફરી એકવાર મિત્રો બની ગઈ છે. હવે જયારે પણ એકબીજાને મળે છે ત્યારે બન્ને ભેટી પડે છે.

ગેરસમજના કારણે તેમની વચ્ચે મતભેદો સર્જાયા હતા. પ્રિતી ઝીન્ટા અને શિલ્પા શેટ્ટી વચ્ચે કોઈ નિવેદનને લઈને વિવાદ ઊભો થયો હતો.

હાલમાં બન્ને અભિનેત્રી એક સાથે લાંબી વિમાની મુસાફરી દરમિયાન હતી. જે દરમિયાન મતભેદો દુર થયા
હતા. બે હોટ અભિનેત્રી હાલમાં એક સાથે જોવા મળે છે. શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દરા સાથે લગ્ન કરી દીધા
બાદ તે જુદા જુદા ઊદ્યોગ સાહસિકોમાં રસ લઈ રહી છે. હવે તે ફિલ્મોમાંથી લગભગ આઊટ થઈ ચુકી છે.

તેની પાસે કોઈ ફિલ્મ નથી.

No comments:

Post a Comment