Wednesday, March 30, 2011

Katrina Kaif Salman Khan News 2011 - બદલો લેવા માટે સલમાનખાન સુસજજ

સલમાન ખાન પોતાની પૂર્વ ગર્લ ફ્રેન્ડ કેટરીના કેફથી બદલો લેવા માટે બનતા તમામ પ્રયાસો કરી રહ્યો છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ સલમાન પોતાના મિત્રોની ફિલ્મોથી કેટરીના કેફને બહાર કરવાના બનતા તમામ પ્રયાસો કરી રહ્યો છે.

રણબીર કપુર સાથે તેના પ્રેમની ખુલ્લી રીતે કેટરીના કેફે જાહેરાત કરી દીધા બાદ હવે સલમાન ખુબ હતાશ દેખાઈ રહ્યો છે. કેટરીના કેફની કેરિયરમાં હવે અડચણો ઊભી કરવાનો સલમાને હવે પ્રયાસો હાથ કર્યા છે.

સલમાને જ કેટરીના કેફને બોલિવુડની એક સફળ અભિનેત્રી બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી.જો કે હવે  સલમાન ખાન નારાજ થઈને તેના કેરિયર ગ્રાફને નીચે લાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી રહ્યો છે.

કેટરીના ફેફ સાથે કામ નહી કરવા તે લોકોને અપીલ કરી રહ્યો છે. સલમાને સાફ શબ્દોમાં કહ્યું હતું કે જો કોઈ નિર્માતા અથવા તો નિર્દેશક કેટરીના સાથે કામ કરશે તો તે પોતે એ નિર્માતા સાથે કામ કરશે નહી.

રેડી ફિલ્મના શુટગ ગરમિયાન કેટરીના કેફનું નામ સુચવવામાં આવ્યું હતું પરંતુ સલમાને ઝરીન ખાનનું નામ સુચવ્યું હતું સલમાને કબીર ખાનને પણ કહી દીધુ છે કે તે કેટરીના કેફ સાથે કામ કરવા ઈચ્છો નથી.

No comments:

Post a Comment