શાહરુખ બોલિવૂડના ખાન તરીકે છે પરંતુ હવે આ બાબત તે જાહેરમાં કરવા લાગ્યો છે.
હાલમાં શાહરુખ ખાને એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેનાથી મોટા સુપરસ્ટાર તેને મળ્યા નથી.
તેનાથી મોટા કોઇ સુપરસ્ટાર હોવાનો શાહરુખ ખાને એક નવો વિવાદ છેડી દીધો છે.
શાહરુખ ખાનને કોઇ વ્યકિતએ તેની ભાવી યોજના અંગે પ્રશ્ન કરતા ખાને કહ્યું હતું કે તે એક વખતે હોલિવૂડના લોકપ્રિય અભિનેતા વિલ સ્મિથને મળ્યો હતો.
વિલ સ્મિથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે તે વર્ષમાં બે ફિલ્મો કરે છે અને એક પોતાના ટેલેન્ટ સેટિફેકશન માટે અને બીજી ફિલ્મ પોતાનાથી મોટા સુપરસ્ટાર માટે કરે છે.
મોટા સુપરસ્ટાર સાથે કામ કરવાથી ઘણું શિખવા મળે છે. શાહરુખ ખાને કહ્યું હતું કે વિલ સ્મિથને મળ્યા બાદ તે પણ વર્ષમાં બે જ ફિલ્મો કરવા વિચારી રહ્યો હતો.
પરંતુ તેનાથી મોટા સુપરસ્ટાર તેને મળ્યા નથી.શાહરુખ ખાનના આ જવાબ બાદ કાર્યક્રમમાં ઊપસ્થિત લોકોએ શાહરુખને આવકારી લીધો હતો. જોકે કેટલાક લોકોએ તેના નિવેદન સામે આશ્ચર્ય વ્યકત કર્યું હતું.
શાહરુખ ખાન ભારતીય ફિલ્મ જગતમાં વિશેષ સ્થાન ધરાવે છે. બીજી નવેમ્બર ૧૯૬૫ના દિવસે જન્મેલા શાહરુખખાને ૧૯૮૦ના દશકમાં ટેલિવિઝન સિરિયલમાં ભૂમિકા ભજવી હતી.ત્યારબાદ ૧૯૯૨માં દિવાના ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી.
ત્યારબાદથી તે કોર્મિશયલ રીતે સફળ રહેલી ફિલ્મોના ટોચના અભિનેતા તરીકે રહ્યો છે. ખાને ભારતીય સિનેમામાં તેના યોગદાન બદલ ૧૪ વખત ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે.
જેમાં આઠ બેસ્ટ એકટર કેટેગરીનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૦૫માં ભારત સરકારે પદ્મશ્રીથી શાહરુખનું સન્માન કર્યુ હતુ.
શાહરુખની સફળ ફિલ્મોમાં દિલવાલે દુલ્હનીયા લે જાએગે , ચકદે ઈન્ડિયા, કુછકુછ હોતા હૈ, ઓમ શાંતિ ઓમનો સમાવેશ થાય છે.

No comments:
Post a Comment