Tuesday, March 29, 2011

Celina Jaitley Marriage - લગ્ન બાદ બાળક દત્તક લેશે

 બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલી લગ્ન નક્કી થયા બાદ નવી નવી યોજનાઓ તૈયાર કરવામાં લાગી ગઇ છે.

સેલિના જેટલી લગ્ન બાદ બાળકને દત્તક લેવાની ઇચ્છા ધરાવે છે. દુબઇમાં રહેતા પીટર હોગ સાથે લગ્ન કરવાની યોજના સેલિના જેટલી બનાવી ચૂકી છે.

હાલના દિવસોમાં તે જયાં જાય છે ત્યાં પીટરની પ્રશંસા કરતી રહે છે. સપ્ટેમ્બર મહિનામાં તે લગ્ન કરનાર છે. ત્યારબાદ બાળકની યોજના પણ સેલિનાએ બનાવી લીધી છે.

સેલિનાનું કહેવું છે કે લગ્નના થોડા દિવસ બાદ જ એક બાળકને દત્તક લેશે. લાંબા સમયથી બાળકને દત્તક લેવાની તેની ઇચ્છા હતી.

પીટરને પણ આ અંગે જાણ કરી દેવામાં આવી છે. પીટરે તરત જ મંજૂરી આપી દીધી હતી.

No comments:

Post a Comment