Saturday, April 2, 2011

Abhishek Bachchan News - ગેમ ફિલ્મ

એપ્રિલ મહિનામાં ગેમ ફિલ્મ રજૂ થવાની છે.આ એ જ સ્ટુડિયો છે,અભિષેક બચ્ચન - તેની પત્ની અૈશ્વર્યા રાય સાથે ૧૨ વર્ષ પહેલાં પ્રથમ સીન શૂટ કર્યો હતો.

ગેમ ફિલ્મની સ્ક્રિપ્ટ જયારે મારા હાથમાં આવી ત્યારે મને ખૂબ જ સ્પર્શી ગઇ. તેની વાર્તા એવી છે કે ચાર વ્યકિતને અજાણ્યો શખસ એક ટાપુ પર બોલાવે છે.

અને દરેક વ્યકિત એકબીજા સાથે કોઇ ચોક્કસ રીતે જોડાયેલી છે. અત્યારે અભિષેક બચ્ચન ગારંગાંવમાં ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં ગેમ ફિલ્મનું શૂટગ કરી રહ્યો છે. જે થિ્રલર મૂવી છે. એપ્રિલ મહિનામાં આ ફિલ્મ રજૂ થવાની છે. આ એ જ સ્ટુડિયો છે, જયાં તેણે તેની પત્ની અૈશ્વર્યા રાય સાથે ૧૨ વર્ષ પહેલાં પ્રથમ સીન શૂટ કર્યો હતો. આ ઊપરાંત અબ્બાસ મસ્તાનની ફિલ્મ પ્લેયર્સનું શૂટગ પણ ત્યાં જ ચાલી રહ્યું છે. જેમાં પણ જુનિયર બચ્ચન છે. અભિષેક બચ્ચનને તેની ગેમ ફિલ્મ પર બહુ મદાર છે.

પ્રસ્તુત છે અહ તેની રસપ્રદ વાતો,

(1) એક બાળક તરીકે મારી મનપસંદ થિ્રલર મૂવી કલૂ છે.

જે કલૂડોની રમત પર આધારિત છે. ર્ હું બાળક હતો ત્યારે આગાથા ક્રિસ્ટી અને શેરલોક હોમ્સના ટીવી શોઝ અને એવિલ અંડર ધ સન ડેથ ઓન ધ નાઇલ, મર્ડર ઓન ધ ઓરછએન્ટ એકસપ્રેસ જેવી ફિલ્મો મને બહુ ગમતી ત્યારે મારી મનપસંદ થિ્રલર કલૂ હતી, જે કલૂડોની રમત પર આધારિત છે. મને આવી ફિલ્મમાં કામ કરવાનું બહું ગમે, પણ મને નથી લાગતું કે આપણી ઇન્ડસ્ટ્રીમાં આવી ફિલ્મો બને.

(2) ગેમ ની વન લાઇન, જે મને ખૂબ આકર્ષે છે.

(3) ગેમ ફિલ્મની સ્ક્રિપ્ટ જયારે મારા હાથમાં આવી ત્યારે મને ખૂબ જ સ્પર્શી ગઇ. તેની વાર્તા એવી છે કે ચાર અજાણ્યા શખસને અજાણ્યો શખસ એક ટાપુ પર બોલાવે છે. અને દરેક વ્યકિત એકબીજા સાથે કોઇ ચોક્કસ રીતે જોડાયેલી છે.

એક રાત્રે, એક શખ્સની હત્યા થાય છે અને તેના માટે પેલા ચાર શખસને શકમંદ ઠેરવાય છે. આવી વાર્તા અગાઊ આવી ગઇ છે, સસ્પેન્સની રીતે તે દરેકથી અલગ છે. મને આવા પ્રકારની ફિલ્મ કરવી ગમે છે. અને આથી જ મ ગેમ ફિલ્મ કરી.

(4) અભિનય દેવે અગાઊ ફરહાન, રિતેશ અને આમીરની ફિલ્મો કરી છે. આથી તેની પ્રતિભા આ ફિલ્મમાં પણ ખીલશે.

(5) અભિનય દેવની પ્રથમ ફિલ્મ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની હતી અને બીજી ફિલ્મ આમીર ખાન પ્રોઢકશન્સની દિલ્હી બેલી છે. આથી તેની પ્રતિભા પરખાઇ ગઇ છે. હું તેમની સાથે લાંબા સમય સુધી કામ કરવા માંગું છે. અમારા માતા-પિતાએ પણ એકસાથે કામ કર્યું છે. જેમાંની એક ફિલ્મ આનંદ હતી.

(6) અભિનયમાં સ્ટોરી ટેલયની ક્ષમતા બહુ સરસ છે. તેણે ફિલ્મ બનાવતી વખતે પટકથા અને પર્ફોર્મન્સ પર વધારે ધ્યાન આપ્યું છે. તેની ફિલ્મ બનાવવાની ટેકનિક બહુ જબરજસ્ત છે.

(7) નિષ્ફળતાનો સામનો કરવો બહુ કઠિન છે, પણ સફળતા અને નિષ્ફળતા એકબીજાના પૂરક છે.

(8) મારા અનુભવ મુજબ તમારે કયારેક તો તમારા કારકિર્દીમાં નિષ્ફળતાના તબક્કામાંથી પસાર થવું જ પડે છે.તમારે બધું જ ફરી મેળવવા એક હિટ ફિલ્મની જરૂર પડે છે. જો તમે એકસાથે હરોળમાં આઠ સફળ ફિલ્મ કરી હોય તો પણ. જે મ કરી છે અને એક ફિલ્મ નિષ્ફળ જતાં બધી બાજુ નિષ્ફળતા જોવા મળે છે. સફળતા અને નિષ્ફળતા તો એકબીજાના પૂરક છે. નિષ્ફળતાનો સામનો કરવો બહુ મુશ્કેલ છે, પણ તમારા દર્શકોમાં તમને વિશ્વાસ હોય તો તેઓ તમને ફરી સફળ થતા જોઇ શકે છે., તેમની બીજી ફિલ્મો પણ મળી શકે છે. ત્યારે તમારે બેવડી મહેનત કરીને સફળતા મેળવવી જોઇએ.

No comments:

Post a Comment