Friday, April 1, 2011

Paris Hilton - પ્રિન્સ વિલિયમ્સના લગ્નમાં હાજરી આપશે

૨૯મી એપ્રિલના દિવસે બિ્રટિશ શાહી પરિવારમાં ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.

પ્રિન્સ વિલિયમ્સ અને કેટ મિડલટન વચ્ચેના લગ્નમાં હાજરી આપવા માટે હોલિવુડની ટોચની હસ્તીઓ તૈયારી કરી ચુકી છે.

પરંતુ ટોચની સેલિબિ્રટી પેરિસ હિલ્ટન આ ભવ્ય લગ્નમાં હાજરી આપવાને લઇને હજુસુધી ગુંચવણી ભરી સ્થિતિમાં છે. તે લગ્નમાં હાજરી આપશે કે કેમ તેને લઇને તે પોતે પણ નિશ્ચિત નથી.

પરંતુ લગ્નમાં હાજરી આપવા માટે તે ખુબજ ઊત્સુક છે.

આમંત્રણ મળી ગયુ હોવા છતાં તે ઊપસ્થિત રહેશે કે કેમ તે હજુસુધી જાણી શકાયુ નથી.વેસ્ટ મિન્ટર અબે ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

જાણકાર સુત્રોએ કહ્યુ છે કે પેરિસ હિલ્ટન શાહી પરિવારની મોટી ચાહક તરીકે છે. પ્રિન્સ ડાયના તેના આદર્શ લોકોની યાદીમાં હમેશા રહી હતી જેથી તે લગ્નમાં હાજરી આપવા માટે ઊત્સુક પણ છે.

પેરિસ હિલ્ટન માને છે કે આ લગ્ન કાર્યક્રમને છોડી શકાય નહી.

સુત્રોએ એમ પણ કહ્યુ છે કે તે ૨૯મી એપ્રિલ અને તેના આસપાસના તમામ કાર્યક્રમોને વહેલી તકે પરિપૂર્ણ કરવાના પ્રયાસ કરી રહી છે.

No comments:

Post a Comment