Thursday, April 14, 2011

Amisha Patel News - યુવરાજ સાથે સંબંધ હોવાનો ઈન્કાર

વિશ્વ કપ જીતી ગયા બાદ યોજાયેલી પાર્ટીમાં સ્ટાર ખેલાડી યુવરાજ સહ બોલિવુડની હોટ અભિનેત્રી અમીષા પટેલ સાથે નજરે પડ્યો હતો.

અમીષા પટેલની સાથે દેખાતાની સાથે જ બન્ને વચ્ચેના સંબંધોની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. યુવરાજ અમીષા પટેલ પર ફીદા છે તેવા અહેવાલ આવ્યા હતા. અમીષા અને યુવરાજ બન્ને અગાઊના પોત પોતાના પ્રેમીઓને છોડી ચુકયા છે. જેથી આ અહેવાલને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું.

આ સમાચાર અમીષા પટેલ સુધી પહાચતા તે ચાકી ઊઠી હતી અને તરત પોતાની પ્રતિક્રિયા આપી હતી. પોતાની પ્રતિક્રિયા આપતા અમીષાએ કહ્યું હતું કે મિડિયાના અહેવાલોમાં કોઈ વાસ્તવિકતા નથી. અમીષાએ પણ એ જ વાત કરી હતી જે અન્ય અભિનેત્રીઓ કરે છે. અમીષાએ કહ્યું હતું કે તે અને યુવરાજ સારા મિત્રો છે.

અમીષાની સારી બાબત એ છે કે તે કયારેય કોઈ વાત છુપાવતી નથી. વિક્રમ ભટ્ટ્ અને કાનવ સાથે તેના સંબંધની વાત જાહેર થઈ ચુકી છે. અમીષાનું કહેવું છે કે તેની લાઈફમાં હાલમાં કોઈ નથી તે સગલ છે.અમીષા હાલમાં ફરી તેની એકટગ કારકિર્દીમાં નવા પ્રાણ ફુંકવામાં લાગેલી છે.

No comments:

Post a Comment