Tuesday, April 5, 2011

Riya Sen News - ગોવામાં આલિશાન મકાન

 બોલિવૂડની હોટ અભિનેત્રી રિયા સેને હેવે ઊત્તરિય ગોવામાં સિઓલિમ ખાતે વિશાળ મકાન ખરીદ્યું હોવાના અહેવાલ મળ્યા છે.

આ મકાન ખરીદી લીધા બાદ રિયા સેન હવે જાણિતા નિર્માતા નિર્દેશક ઇમ્તિયાજ અલિની પડોશી બની ગઇ છે.

તેની બંગાળી ફિલ્મ નૌકા ડુબી ટૂંક સમયમાં રજૂ થવાની છે. આ ફિલ્મને લોકો તરફથી કેવો પ્રતિસાદ મળે છે. તેની રાહ રિયા સેન જોઇ રહી છે. ડિરેકટર રિતુપર્ણો ઘોષે પરંપરાગત બંગાળી ભાષાનો ઊપયોગ કઇ રીતે કરાય અને બંગાળી સાડી કઇ રીતે પહેરવી જોઇએ તેની સમય રિયા સેનને આપી હતી.

રિયા સેન મોટા ભાગે બોલિવૂડની હોટ ફિલ્મોમાં જોવા મળી છે. તેની પાસે કોઇ મોટા બજેટની અથવા તો કોઇ મોટા નિર્માતા નિર્દેશકની ફિલ્મ આવી નથી.

ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મોડલ રિયા સેન ખુબજ જાણીતા સેન પરિવાર સાથે સંકળાયેલી છે.તેની દાદી સુચિત્રા સેન બોલિવુડની હજુસુધીની શ્રેષ્ઠ અભિનેત્રી રહી ચુકી છે.

આ ઊપરાંત તેની માતા મુનમુન સેન પણ એક સમયે ખુબજ હોટ અભિનેત્રી રહી ચુકી છે. તેની બહેન રાઇમા સેન પણ અભિનેત્રી તરીકે કામ કરી ચુકી છે.

No comments:

Post a Comment