Saturday, April 2, 2011

Salman Khan Amir Khan - વાનખેડે ફાઇનલ મેચ નિહાળશે

 વાનખેડે સ્ટેડિયમ પર ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ફાઇનલ મેચને જોવા માટે બોલિવુડે કમર કસી લીધી છે.

બોલિવુડના લગભગ તમામ કલાકારો આ મેચ જોવા પ્રયાસમાં છે.

શાહરુખ ખાન પહેલાથી જ પોતાના પરિવાર સાથે આ મેચમાં હાજર રહેવાની જાહેરાત કરી ચુકયો છે હવે શાહરુખખાન બાદ સલમાનખાન અને આમિરખાન પણ આ મેચ જોવાની તૈયારી કરી ચુકયા છે. આમિરખાન મોહાલીમાં સેમીફાઇનલ મેચ વેળા પણ મેદાન પર ઊપસ્થિત રહ્યો હતો. તે ફાઇનલ મેચમાં પણ ઊપસ્થિત રહેશે. સલમાનખાને કહ્યુ છે કે સેમીફાઇનલ વેળા મોહાલી જવા ઈચ્છતો ન હતો.

પરંતુ હવે ફાઇનલમાં હાજરી આપવાના પ્રયાસ કરશે. આમિરખાન મોહાલીમાં ચાહકો સાથે ઊપસ્થિત રહ્યો  હતો. તેની પત્નિ કિરણ રાવ પણ ઊપસ્થિત રહી હતી.

અભિષેક બચ્ચન જેવી અન્ય સેલિબિ્રટીઓ પણ વેલડન ઈન્ડિયા લખી ટિ્વટર પર પોતાના સંદેશાઓ પાઠવ્યા છે.

દિપીકા શુદ્ધ હિન્દી ભાષા પર ધ્યાન આપી રહી છે.

No comments:

Post a Comment