Friday, April 15, 2011

Kylie Minogue - ૨૬ મિલિયનમાં ભવ્ય આવાસ ખરીદ્યો છે

ઓસ્ટ્રેલિયન ગાયિકા કાયલી મિનોગે લંડનમાં ૨૬ મિલિયન ડોલરની જંગી રકમમાં આલિશાન ત્રણ બેડરુમનો આવાસ ખરીદી લીધો હોવાનું જાણવા મળ્યુ છે. ઓન ધ લવર્સ હિટ મેકર ટૂંક સમયમાં જ આ કિમતી ત્રણ બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહેવા જતી રહે તેવી શકયતા છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે તેના બોયફ્રેન્ડ એન્ડ્રેસ વેલેનકોસો સાથે આ આવાસમાં રહેવા માટે તે જનાર છે. જાણકાર લોકોએ કહ્યુ છે કે સૌથી કમતી એપાર્ટમેન્ટ બ્લોક પૈકીના એકમાં આ નિવાસસ્થાન આવેલુ છે. ત્રણ બેડરૂમના ભવ્ય મકાનમાં ૨૧ મીટરના સ્વીમગપુલ, પ્રાઇવેટ સિનેમા હોલ, જીમ અને સ્પોર્ટસ કવોસનો સમાવેશ થાય છે.

ઓસ્ટ્રેલિયન પોપ સ્ટાર, સાગરાઈટર અને અભિનેત્રી કાયલી મિનોગનો જન્મ ૨૮મી મે ૧૯૬૮ના દિવસે થયો હતો. બાળ કલાકાર તરીકે પોતાની કેરિયર શરૂ કર્યા બાદ તે ઓસ્ટ્રેલિયન ટીવી ચેનલોમાં પણ ચમકી હતી.

વર્ષ ૧૯૭૯થી તે હોલિવુડમાં સતત સક્રિય રહી છે. તેના ડાન્સ ઓરિયેન્ટલ આલ્બમ વિશ્વભરમાં ધુમ મચાવી
ચુકયા છે. મેલબોર્નમાં જન્મેલી પોપસ્ટાર ટુંકા ગાળામાં લોકપ્રિય થઈ હતી.

No comments:

Post a Comment