Tuesday, April 5, 2011

Yana Gupta - દિલ્હી ચલોમાં હોટ આઈટમ સાગ કરશે

હાલમાં આઈટમ સાગનો ક્રેજ વધી રહ્યો છે. દરેક ફિલ્મ નિર્માતા પોતાની ફિલ્મમાં આઈટમ સાગ રાખવા ઈચ્છે છે.

બોલિવુડની ટોચની અભિનેત્રીઓ આઈટમ સાગ કરી ચુકી છે. જેમાં એશ્વર્યા રાય બચ્ચન, મલ્લ્કા શેરાવત,મલાઈકા અરોરા, લારા દત્તા અને કેટરીના કેફનો સમાવેશ થાય છે.

હવે સેકસી યાના ગુપ્તા દિલ્હી ચલો ફિલ્મમાં હોટ સાગમાં દેખાશે. પ્રાપ્ત અહેવાલ મુજબ તે ફિલ્મમાં વર્ષો જુની હીટ ફિલ્મ ફિરોઝખાનની કુરબાનીના લેલા મે લેલા પર આઈટમ સાગ કરી તમામ ચાહકોને રોમાંચિત કરશે.

દમ મારો દમમાં દિપિકાએ કરેલા આઈટમ સાગની હાલમાં બોલબાલા દેખાઈ રહી છે. હવે યાના ગુપ્તા છવાઈ જવાની તૈયારીમાં છે. મલ્લિકા શેરાવત પણ આગામી ફિલ્મમાં આઈટમ સાગ કરનાર છે.યાનાના કહેવા મુજબ તે આઈટમ સાગ કરવા હમશા તૈયાર રહે છે.

No comments:

Post a Comment