Saturday, April 2, 2011

Lady Gaga - જાપાનના સુનામી પીડિતોની મદદ માટે

પોપ સ્ટાર લેડી ગાગા જાપાનમાં વિનાશકારી ભૂકંપ અને ત્યારબાદ સુનામી ત્રાટકવાના કારણે થયેલા અભૂતપૂર્વ નુકશાન બાદ લોકોની મદદમાં આગળ આવી રહી છે.

પોપ કગ ગણાતી લેડી ગાગા આગામી દિવસોમાં જાપાનના ભૂકંપ અને સુનામી પીડિત લોકો માટે ફંડ એકત્રિત કરવા સ્પેશિયલ ચેરિટી બ્રેસલેટની ડીઝાઇન તૈયાર કરી રહી છે.

વ્હાઇટ રબરના પ્રેયર બેન્ડ ઊપર માત્ર પાંચ ડોલરનો ખર્ચ કરવો પડશે. લેડી ગાગાએ મોટાપાયે આ વ્હાઇટ
રબર પ્રેયર બેન્ડ ખરીદવા લોકોને અને તેના ચાહકોને અપીલ કરી છે.

જાણીતા અખબારોએ કહ્યુ છે કે લેડી ગાગા ચેરિટી બ્રેસલેટ મારફતે રકમ ઊભી કરીને આ રકમ ભૂકંપ પીડિતો ઊપર ખર્ચ કરનાર છે.

પોતાની વેબસાઇટ ઊપર લેડી ગાગાએ કહ્યુ છે કે ૨૫મી માર્ચના દિવસથી આ બ્રેસલેટનું વેચાણ શરૂ કરવામાં આવશે. આના મારફતે જે પણ રકમ મળશે તે જાપાનના સુનામી રાહત ફંડમાં આપવામાં આવશે. આ બ્રેસલેટ ઊપર વી પ્રે ફોર જાપાન લખવામાં આવ્યુ છે. અંગ્રેજી અને જાપાની બંને ભાષામાં આ શબ્દો લખવામાં આવ્યા છે.

No comments:

Post a Comment