Saturday, April 2, 2011

Bollywood News - પંજાબી ગીતોની બોલબાલા

આ ગીતો પર તમે નાચી કરો છો, તેને ગાઇને આનંદ મેળવી શકો છો અને બોલીવુડ તેના દ્વારા મોટો વ્યવસાય અત્યારે કરી રહ્યો છે હા, આપણે વાત કરી રહ્યા છીએ પંજાબી મ્યુઝિકની.

હિન્દી ફિલ્મોમાં અત્યારે પંજાબી સંગીતે તોફાન સજર્યું છે. ફિલ્મની કોસ્ટઠ કવર કરવી હોય તો પંજાબી ગીત-સંગીત ફિલ્મમાં મૂકી દો ૧૦૦ ટકા ગેરન્ટી બિઝનેસ થઇ જશે, એવું ઊદ્યોગના નિષ્ણાતો પણ કહે છે.

અત્યારે મોટા ભાગને હિન્દી ફિલ્મોમાં પંજાબી ગીતો જોવા મળે છે. હાલમાં, ‘સદી ગલ્લી’, ‘રોલા પે ગયા’, ‘લાગ દા લશઢકરા’ અને ‘ઇન્વયી ઇન્વયી’ જેવા પંજાબી ગીતો બોલીવુડ મ્યુઝિક ચાર્ટમાં ટોચ પર છે અને તે
લગ્નની પાર્ટીઓમાં અને ડિસ્કોથેકસમાં પણ ધૂમ મચાવી રહ્યા છે.

જોકે, પંજાબી મ્યુઝિક ક્રેઝ કંઇ બોલીવુડમાં નવો નથી, કારણ કે પંજાબી ગીતો મોટાભાગે પગને થિરકતા કરી
દે તેવા હોય છે. દરેક વયના લોકોને તે નચાવી દે તેવા ફાસ્ટ રીધમના હોય છે. અગાઊ પંજાબી સંગીત પોપ મ્યુઝિકમાં વધારે જોવા મળતું હતું, પરંતુ હવે બોલીવુડમાં પણ તે લોકપ્રીય અને શ્રોતાઓનું માનીતું બની ગયું

છે, એવું ‘તનુ વેડ્સ મનું’ ફિલ્મના મ્યુઝિક કમ્પોઝર ક્રિષ્ના કહે છે. પંજાબી ગીતોમાં ગીતના શબ્દો, બીટ કે
મેલડી એટલા ધમાકેદાર અને આકર્ષક હોય છે કે તે થોડા સમયનું આકર્ષણ નહી રહેતા લાંબો સમય સાંભળવા મળે છે.

બોલીવુડમાં હવે તે અનિવાર્ય બની ગયા છે. લોકપ્રિય ગાયક મિકા કહે છે કે, પંજાબી ગીતોએ હંમેશા પંજાબ, યુકે અને કેનેડા તથા ભારતીય દર્શકો પર રાજ કર્યું છે.

ભારતમાં તો મારા મોટાભાઇ દલેર મહદીએ ‘બોલો તારા રારા’ થી પંજાબી ગીતોનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો તે પછી હું અને અન્ય ગાયકો તેમને અનુસર્યા.મ હંમેશા મારા ગીતોને પંજાબી સ્પર્શ આપ્યો છે, કારણ કે હું પંજાબી છુ. પંજાબી ગીતો દર્શકોમાં પકડ જમાવે તેવા હોય છે. જે તેમના મનમાં છવાઇ જાય છે. પંજાબી બહુ મીઠી ભાષા છે. આ પણ એક કારણ છે પંજાબી ગીતોની લોકપ્રિયતાનું, એમ તે કહે છે તેનું વેડ્સ મનું ફિલ્મ સંગીત હોટ ફેવરિટ બન્યું છે.

જેમાં સદી ગલ્લી અને જુગ્ની જેવા ગીતો છે, જયારે પતિયાલા હાઊસ ના સંગીતે પણ દર્શકોના દિલ જીતી લીધા છે, જેમાં રોલા પી ગયા અને લાગ દા લશ્કરા ગીતો છે. યશરાજ ફિલ્મની બેન્ડ બાજા ફિલ્મનાં
ટાઇટલ ગીતે સંગીત રસિકોને ઘેલા કર્યા હતા.

તથા તેના રમૂજી ગીત ઇન્વપી ઇન્વપી પણ દર્શકોને ભાવી ગયું હતું. જેમાં રણબીર સહ અને અનુષ્કા શર્મા જેવા મુખ્ય કલાકારોએ પર્ફોર્મ કર્યું હતું. થોડા સમય પહેલાં રજૂ થયેલી ધર્મેન્દ્ર સ્ટારર ફિલ્મ યમલા પગલા દીવાના હિટ થઇ હતી.

તેનું ટાઇટલ સોગ જટ યમલા પગલા દીવાના એટલું હિટ થયું હતું કે દરેક રેડિયો અને ટીવી ચેનઇો પર ધૂમ મચાવી હતી.

આ કોમેડ. ફિલ્મનું પંજાબી ફલેવરનું અન્ય એક ગીત ચરહા દે રંગ પણ ધીરે ધીરે લોકપ્રિય બની રહ્યું છે. આ ટ્રેન્ડ થોડા સમયથી બહુ ફુલ્યો ફાલ્યો છે.

ઓયે લકી લકી ઓયે નું ટાઇટલ સાગ જબ વી મેટનું મૌજા હી મૌજા અને સઘ ઇઝ કગ નું ટાઇટલ ગીત દર્શકોના જહેનમાં ઊતરી ગયા છે. આવા મજબૂત આનંદદાયક ફાસ્ટ પંજાબી ગીતો બહુ નાધપાત્ર ફાળો આપે છે. ફિલ્મની લોકપ્રિયતામાં.

૨૦૧૦માં ગલ મીઠી મીઠી બોલ (આયેશા), તુઝે ભુલા દીયા (અંજાના અંજાની) અને ધન્નો (હાઊસફુલ) જેવા ગીતોમાં પણ પંજાબી ફલેવર હતો.

અગાઊ કુડિયાં શહેર દિયા (અર્જુન પંડિત), મહદી લગા કે રખના (દિલવાલે દુલ્હનિયા લે જાયગે), જોગી માહી (બચના અય હસીનો), લોડી (વીરઝારા), ચક દે ફટ્ટે (ખોસલા કા ઘોસલા),સોના સોના (મેજર સાબ) અને શાવા શાવા મ્કભી ખુશી કભી ગમ) જેવા ગીતો પણ દર્શકોને મુખે કંઠસ્થ થઇ ગયા હતા.

આ બધા જ પંજાબી ફલેવરના ગીતો હતા અને ડાન્સ સાગ્સમાં ધૂમ મચાવતા હતા. આવા પંજાબી બીટવાળા ગીતો ડિસ્મોથેકસ, કલબ્સ અને લગ્ન સમારોહમાં ધૂમ મચાવવા માટે ઊપયોગી બની રહે છે.જયાં લોકો ગીતો પ્રત્યેનો રસ વધે છે. અને ધીરે ધીરે તેમને ગમવા લાગે છે. તેના પર તેમના પગ થિરકવા લાગે છે, એમ ભૂષણક માર કહે છે.

જે સંગીત જગતના બાદશાહ સ્વ.ગુલશનકુમાર પુત્ર છે. ડીજે સુકેતુ પણ આ વાત સાથે સંમત થતા કહે છે.

આજના સમયમાં સંગીત દિગ્દર્શકોએ વાતથી જ્ઞાત છે કે આજનો યુવાવર્ગ કલબ્સ, લગ્ન અને ખાનગી સમારોહમાં સંગીત એ મહત્વનું તત્વ છે, જે ફિલ્મ અને સંગીતને પ્રમોટ કરવામાં મદદ કરે છે. પંજાબી ગીતો હવે બલ્લે બલ્લે અમતસર ટુ એલએ, મોન્સૂન વેડગ અને બેન્ડ ઇટ લાઇક બેકહામ જેવી ક્રોસઓવર ફિલ્મો દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની જગ્યા બનાવી લીધી છે. સુખબીર જેઝી બી, હાર્ડ કૌર, પંજાબી એમસી અને જસ્સી જેવા ગાયક કલાકારો આ પ્રકારના ગીતો દ્વારા ઓવરસીઝમાં પોતાનો પગપેસારો કરી શકયા
છે. તેઓ વિદેશી શ્રોતાઓમાં ભાંગડા રેપ અને ટેકનો દ્વારા જાણીતા બની ગયા છે.

 સુકેતું, અકબર સામી અને ડીજે અકીલ જેવા ડિસ્ક જોકીઝ પણ ભારતીઓને આંતરરાષ્ટ્રીય ગીતોના તેમના રીમિકસ દ્વારા ઢોલ બીટ્સને લોકપ્રિય બનાવવામાં જવાબદાર ઠર્યા છે. સીન કગ્સટન, લ્યા, ટાટા યંગ અને
ફલો રીડા જેવા આંતરરાષ્ટ્રીય કલાકારો માટે હું જયારે રીમિકસ ટ્રેકસ બનાવું છુ ત્યારે તેમાં હું ભારતીય વાદ્યો અને ઢોલ બીટ્સનો ઊપયોગ કરું છું, તેમ તે કહે છે.

પંજાબી ફલેવરના ગીતોની સફળતા બોલીવુડમાં લાંબી મઝલ કાપશે એમાં કોઇ શંકા નથી.

No comments:

Post a Comment