Saturday, April 2, 2011

Sonakshi Sinha - કેટરીના પાસેથી કેટલીક એડ આંચકી લીધી

 દબંગ ફિલ્મની જોરદાર સફળતા બાદ બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી તરીકે ઊભરી આવેલી સોનાક્ષી સહા તમામ અભિનેત્રીઓ માટે હવે મુશ્કેલી ઊભી કરી રહી છે.

એકબાજું નિર્માતા નિર્દેશકો સોનાક્ષીને પોતાની ફિલ્મમાં લેવા પડાપડી કરી રહ્યા છે. બીજી બાજું સોનાક્ષી જાહેરખબરની દુનિયામાં પણ અ ન્ ય અભિનેત્રીઓ કરતા આગળ વધી રહી છે.

કેટરિના કૈફની ઘણી જાહેરાતો અને ફિલ્મો સોનાક્ષીએ આંચકી લીધી છે. સોનાક્ષી એવી વાત કરીને વધુ લોકપ્રિયતા મેળવી રહી છે કે તે ચોક્કસ બ્રાન્ડમાં કેટરીનાની જગ્યાએ આવી ચુકી છે.

પરંતુ કેટરીનાના નજીકના લોકોનું કહેવું છે કે કેટલીક પ્રોડકટો સાથે કેટરીનાના કરાર પુરા થઇ ચૂકયા છે. જેથી તે નવા કોન્ટ્રાકટમાં જોડાવા ઇચ્છતી નથી. સલમાન ખાન સાથે બંને અભિનેત્રીઓના નજીકના સંબંધો રહ્યા છે.

કેટરીનાના બોલિવૂડ કેરિયરમાં સલમાન ખાનની ભૂમિકા રહી છે.

No comments:

Post a Comment