Wednesday, April 6, 2011

Nicole Kidman - કોમેડી કરવા માટે ઈચ્છુક છે

 એડમ સૈડલર અને જેનિફર એનિસ્ટન સાથે જસ્ટ ગો વીથ ઈટમાં કામ કરનાર અભિને નિકોલ કિડમેને કહ્યું છે કે તે પોતાની અંદર છુપાયેલી હાસ્ય અભિનેત્રીને બહાર કાઢવા માંગે છે.

પરંતુ તેને આ પ્રકારની ભૂમિકાઓની ઓફર ખુબ ઓછી કરવામાં આવે છે. નિકોલ કિડમેનને મોટા ભાગે વિશેષ પ્રકારની ભૂમિકાઓની જ ઓફર કરવામાં આવે છે. શંકાસ્પદ અને ઓફબીટ ભૂમિકાઓની ઓફર નિકોલને વધારે કરવામાં આવે છે. નિકોલે કહ્યું છે કે જયારે રોલ ખુબ મુશ્કેલરૂપ હોય છે ત્યારે જ તે સર્વશ્રેષ્ઠ રીતે કામ કરી શકે છે.

હળવી ભૂમિકા કરવા તે ઈચ્છતી નથી. નિકોલનું કહેવું છે કે તે પડકારરૂપ ભૂમિકા અદા કરવામાં ખુબ રસ ધરાવે છે. વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત થઈ ચુકેલી નિકોલને ભૂતકાળમાં અનેક ફિલ્મોમાં મોટી સફળતા મળી છે.

No comments:

Post a Comment