પ્રતિભાશાળી અભિનેત્રી તેની નવી ફિલ્મમાં બોલિવુડ સ્ટાર અક્ષય કુમાર સાથે સાલસા ડાન્સ કરતી નજરે પડશે. ઈરોઝ ઈન્ટરનેશનલની ફિલ્મ દેસી બોયમાં તે અક્ષય સાથે ડાન્સ કરતી નજરે પડશે. આના માટે તે ખાસ ટ્રેનિગ લઈ રહી છે.
બોસ્કો સેઝર આ ગીત માટે કોરિયોગ્રાફર છે. દિલ્હીમાં સાલસા ટ્રેનર લક્ષ્યના નેતત્વ હેટળ તે ટ્રેનગ લઈ રહી છે. મુંબઈમાં ખાસ ટ્રેનિગ માટે પણ કંગના વ્યવસ્થા કરી ચુકી છે.કંગનાના નજીકના સુત્રોએ કહ્યું છે કે દિલ્હીથી પરત ફર્યા બાદ તે સંદીપ સોપરકર સાથે વધારે ટ્રેનિગ લેશે. કંગનાને બાળપણથી જ ડાન્સમાં ખુબ રસ
છે.
હકીકતમાં તે પ્રોફેશનલ ડાન્સર બનવા માંગતી હતી. પરંતુ આ ઈચ્છા તેની પૂર્ણ થઈ શકી નથી. પરંતુ ઈન્ડસ્ટ્રીઝમાં આવ્યા બાદ તેને ડાન્સ કરવા જેવા મોટા રોલ મળ્યા નથી. તેની ભૂમિકા કેટલીક મર્યાદામાં રહી છે.
No comments:
Post a Comment