Friday, April 1, 2011

Halle Berry - ફેબ ૪૦ની યાદીમાં ટોપ પર

 હોલિવુડમાં ટોચની અભિનેત્રીઓ માટે વધતી જતી વય વધારે ચતાજનક બાબત રહી નથી.

તાજેતરમાં જ કરવામાં આવેલા નવા પોલમાં કેટ વુમન હેલ બેરી ટોપ ફેબ ૪૦ની યાદીમાં પ્રથમ સ્થાને રહી છે. ૪૪ વર્ષની થઇ ચુકેલી હેલ બેરી હજુ પણ યુવા પેઢીની અભિનેત્રીઓને દેખાવાની બાબતમાં પછડાટ આપી રહી છે.


હેલ બેરીને ટાંકીને જાણીતા અખબાર ડેઈલી સ્ટારે કહ્યુ છે કે ખુબસુરતીના કારણે તેનામાં આત્મવિશ્વાસ અનેકગણો વધી ગયો છે. હેલ બેરી જેમ્બ બોન્ડની ફિલ્મમાં પણ ચમકી ચુકી છે.

આ ઊપરાંત અનેક યાદગાર ફિલ્મોમાં તેની ભૂમિકા રહેલી છે. ફ્રેન્ચ સ્ટાર જેનિફર એનિસ્ટન યાદીમાં બીજા સ્થાને છે જયારે મેટિ્રકસ રિલોડેડ સ્ટાર મોનિકા બેલુસી ત્રીજા સ્થાને છે.

ઓસ્ટ્રેલિયન પોપ પ્રિન્સ કાયલી મિનોગ ૪૨ વર્ષની વયમાં ચોથા સ્થાને રહી છે.

No comments:

Post a Comment