Thursday, April 14, 2011

Scarlett Johansson - હેલ્થ સેન્ટર અંગે અમેરિકાના નિર્ણયથી ખફા

સ્કારલેટ જોન્સને મહિલાઓના આરોગ્ય સેન્ટર માટે ફંડિગ પર ૩૦૦મિલિયન ડોલર સુધી કાપ મુકી દેવાના અમેરિકી સરકારના નિર્ણય સામે જોરદાર ઝૂંબેશ ચલાવી રહી છે.

સ્કારલેટ જોન્સન એક નવી પબ્લિક ર્સિવસ એડમાં નજરે પડશે. જેમાં તે નવા કાયદાનો વિરોધ કરવા અરજી પર હસ્તાક્ષર કરવા મહિલાઓને અનુરોધ કરતી નજરે પડશે.

અમેરિકાના જાણિતા મેગેઝિને વિગત આપતા કહ્યું છે કે અમેરિકી સરકારના નિર્ણયથી કેન્સરની ચકાસણી માટે નાણાં મળશે નહ

આ ઊપરાંત સ્તન કેન્સની તપાસની પણ સરકાર અવગણના કરશે. આ અભિનેત્રીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે જન્મ નિયંત્રણ માટે અથવા તો એચટીડીની સારવાર માટે નાણાં ઊપલબ્ધ કરાવાશે નહ.

અભિનેત્રી સ્કારલેટ જોન્સન પ્લાનેડ પેરેન્ટહુડ દ્વારા મુકવામાં આવેલા ઇન્ટરનેટ પર વિડિયો પર નજરે પડી રહી છે.

મહિલાઓને ટાર્ગેટ બનાવીને કાગ્રેસ દ્વારા પસાર કરવામાં આવેલા આ બીલને લઇને સ્કારલેટ ખૂબ નારાજ છે.

No comments:

Post a Comment