Saturday, April 2, 2011

Ajay Devgan Hrithik Roshan Together Soon - પિતા રાકેશ રોશનની નવી ફિલ્મમાં

 કાઈટ્સ અને ગુજારીશ ફિલ્મની નિષ્ફળતા બાદ હવે રિતિક રોશનના કેરિયરને લઈને ચિતત બનેલા પિતા રાકેશ રોશને નવી ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો છે.

રિતિક હવે જુની હીટ ફોર્મ્યુલાને આગળ વધારવા માટે તૈયાર છે. આના ભાગરૂપે રાકેશ રોશન હવે કાશ ફિલ્મની સિકવલ બનાવવાની યોજના બનાવી રહ્યા છે.

સુત્રોના જણાવ્યા મુજબ ફિલ્મની પટકથા તૈયાર કરી લેવામાં આવી છે. હવે કલાકારોની પસંદગી કરવામાં આવી રહી છે.

રિતિક રોશન આ ફિલ્મમાં સુપર હીરો તરીકે નજરે પડશે. જયારે તેની સામે એક મજબુત વિલેન લેવાની યોજના રાકેશ રોશન ધરાવે છે.

ફિલ્મમાં વિલેન તરીકેની ભૂમિકામાં હાલના સૌથી સફળ અભિનેતા અજય દેવગણને લેવાની તૈયારી કરી લેવામાં.

રાકેશ રોશને અજય દેવગણનો સંપર્ક કર્યો હોવાના હેવાલ મળ્યા છે. અજયને એક શાનદાર અભિનેતા તરીકે
ગણનાર રાકેશ રોશન માને છે કે અજય દેવગણ વિલેનની ભૂમિકામાં ખુબ સફળ રહેશે.અજય દેવગણ કરતા કોઈ સારી રીતે વિલેનની ભૂમિકા અદા કરશે નહી.

અજય દેવગણે ભૂમિકા સ્વીકારી લીધી છે.

No comments:

Post a Comment