Friday, April 1, 2011

Vanessa Minnillo - બાળકોની કોઇ જ ઊતાવળ નથી

ટીવી સેલિબિ્રટી અને અભિનેત્રી વનીશા મિનિલોએ કહ્યું છે કે તે અને તેના પ્રેમી નિક લેચીએ ટૂંક સમયમાં લગ્ન કરીને સ્થાઇ થઇ જવા માટેની કોઇ યોજના તૈયાર કરી નથી. બંને હજુ થોડાક સમય સુધી સ્વતંત્ર રીતે વિચારવા માંગે છે.

બાળકોની પણ કોઇ ઊતાવળ નથી. કારણ કે લગ્ન અને બાળક થયા બાદ લાઇફ બદલાઇ જાય છે. અત્રે નાધનીય છે કે મિનિલો અને નીકે ગયા વર્ષે સગાઇ કરી લીધી હતી. લગ્નની તૈયારીમાં પણ તેઓ વ્યસ્ત દેખાઇ રહ્યા છે.

મિનિલોએ કહ્યું છે કે પરીવાર શરૂ કરવામાં કોઇ ઊતાવળ નથી. કારણ કે બાળકોની જવાબદારી ખૂબ મોટી રહે છે.

બાળકોની જવાબદારી અદા કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહે છે. બાળકો થયા બાદ સમય કાઢવાની બાબત કોઇપણ વ્યસ્ત કલાકાર માટે મુશ્કેલરૂપ બની જાય છે.

No comments:

Post a Comment