Wednesday, April 6, 2011

Shahid Kapoor News - લાઇફમાં નવી યુવતીની એન્ટ્રી

અભિનેતા શાહિદ કપૂર સાથે કોઇપણ અભિનેત્રીના સંબંધો લાંબા સમય સુધી ચાલતા નથી. કરિના કપૂર, પ્રિયંકા ચોપડા સાથે તેના ટૂંકા ગાળા માટે સંબંધ રહી ચૂકયા છે.

પરંતુ આ સંબંધો લાંબા સમય માટે ચાલી શકયા નથી. પ્રિયંકા સાથે તેના સંબંધો તૂટી ગયા બાદ શાહિદ કપૂર હાલ નવી યુવતિ વી.જે.બાની સાથે નજરે પડી રહ્યો છે.

બાન્દ્રા નાઇટ સ્પોટ ખાતે તે હાલમાં જ વી.જે.બાની સાથે નજરે પડ્યો હતો. જાણકાર સૂત્રોએ કહ્યું છે કે શાહિદ કપૂરની સાથે એક પુરુષ મિત્ર પણ દેખાઇ રહ્યો છે. પરંતુ આ નવી યુવતિ સાથેના તેના સંબંધોને લઇને હજી
સુધી વધારે વિગત જાહેર કરવામાં આવી નથી.

No comments:

Post a Comment